Child Stories

પરીઓની વાર્તાઓ

Posted by anandat 22 April, 2009 (0) Comment

Pario Ni vartao By Jagruti Ramanuj

શૈશવ માનવજીવનનો મહામૂલો તબક્કો છે. જે તબક્કાની પ્રત્યેક ક્ષણ નવું-નવું જોવા-જાનવાની જિજ્ઞાસાથી ભરી હોય છે. બાલકના જન્મની સાથે જ પરીકથાનો પ્રારંભ થાય છે. બાળકને હાલરડાં ગાઇને સુવસડાવી શકાય છે પણ જાગે ત્યારે ? મુંઝવતો સવાલ એ જાગે ત્યારથી થાય છે. બાળકમાત્રને વાર્તા ગમે છે. રડતા બાળકને ચૂપ કરવા તેને વાર્તાથી જ રીઝવવામા6 આવે છે. આમ વાર્તા એ એક અક્ષયપાત્ર બની જાય છે અને એમાં નવા પરિપ્રેવ્ય ઉમેરતા જાય છે. બાળકને જુની ચિરપરિચિત વાર્તાઓમાં અને ભાષામાં પણ પરિવર્તન જરૂરી છે. બાળકો વાર્તાની દુનિયામાં ખોવાઇ જાય છે. બાળકો હસતાં, કૂદતાં, રમત રમતમાં વાર્તાકાર સાથે જુદા જુદા રસનો સ્વાદ ચાખે છે. લોકવાર્તાઓ-વાર્તાની કોઇ એક વ્યક્તિના ભેજાની નીપજ નથી. સૈકાઓથી પ્રચલિત લોકકથાછે, એમાં માનવજાતનું સૈકાઓનું ચિરંજીવ ડહાપણ સંઘરાયેલું છે. પરીની વાર્તાઓ આપણે મન ભલે કાલ્પનિક પાત્ર રહ્યું, પણ બાળક પરીઓની દુનિયામાં વિહરે છે. બધું ભૂલીને પરીઓ સાથે હરે છે, ફરે છે, નાચે છે, કૂદે છે અને ક્યારેક તો રિસામણા અને મનામણા રમત પણ ચાલે છે ! ‘પરીઓની વાર્તાઓ’ નાનાં બાળકોને જરૂરથી પરીઓના દેશમાં લઇ જશે. ત્યાં તેઓ ધીંગામસ્તી કરતાં રમશે, ભમશે અને પરીઓ સાથે ખૂબ આનંદ કરશે !

Categories : Child Stories Tags :

મોજીલી વાર્તાઓ By જાગૃતિ રામાનુજ

Posted by anandat 22 April, 2009 (0) Comment

મોજીલી વાર્તાઓ By જાગૃતિ રામાનુજ

Mojili Vartao By Jagruti Ramanuj

Mojili Vartao By Jagruti Ramanuj

વીસમી સદીએ વિદાય લીધી છે. એકવીસમી સદીનો પ્રારંભ થયો છે. જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતિજો વિસ્તૃત થતી જાય છે ત્યારે પણ બાળકોને બે વાનાં ખૂબ ગમે છે. એક રમવું, ભમવું અને બીજું વાર્તા. વાર્તા બાળકોને જ નહીં, મોટેરાંને પણ એટલી જ ગમે છે. સમય સાથે તાલ મિલાવીને જાગ્રત રીતે બાળસાહિત્યનું સર્જન થાય છે. બાળકો તેમજ કિશોરોમાં સંસ્કારનું સિંચન થાય તેવાં ‘પંચતંત્ર’, ‘હિતોપદેશ’, ‘પુરાણકથા’ આદિ કથાસમૃધ્દિનો અતિ સમૃદ્ધ્ અને ભવ્ય વારસો આપણને મળેલો છે.અને તે આજે પણ પહેલાંની માફક બાળકો, લેખકોને આકર્ષે છે. આપણી સંસ્કૃતિ, સાહિત્ય અને પરંપરાથી તેઓ પરિચિત થાય તેવી બાલભોગ્ય સરલ શૈલીથી વાર્તાઓ લખી છે. આ પુસ્તકશ્રેણીમાં નવીનકોર વાર્તાઓ છે. અગાઉ જાણીતી થયેલ તથા ઓછી જાણીતી બોધકથા, પ્રાણીકથા, હાસ્યકથા, લોકકથા, ચાતુરીકથા,પુરાણકથાના વિષયને અનુરુપ બાલભોગ્ય તાજગીભરી ચિત્રસૃષ્ટિ રચી છે. આમાં બાળકો એક નવીન આનંદસૃષ્ટિમાં વિહરતાં કથારસમાં જરુરથી આનંદથી રસતરબોળ થઇ જશે ! સાથોસાથ જીવનનો અમૂલ્ય બોધપાઠ તો શીખી જશો જ. બાળકો સાચા ઉમકાથી આ સંસ્કારસિંચન કરતી મસ્ત મજાની વાર્તા શ્રેણી વધાવી લેશે તેની પૂરી શ્રદ્ધા છે.

Categories : Child Stories Tags :