Posted by
Anand Tanna 3 December, 2009
|
Dal Dhokli – Delicious Gujarati Item Recipe
|
દાળ ઢોકળી -સ્વાદિષ્ઠ ગુજરાતી વાનગી
|
|
Ingredients to Make Daal Dhokli
|
સામગ્રી
|
- 250gm Pigeon Pea
- 200gm Wheat Flour
- 2Spoon Turmeric Powder
- 2Spoon Red Chili Powder
- 1Spoon Carom Seed
- 3-4Cloves
- 2-3Cinnamon
- 1Spoon Black Mustard Seeds
10-15 Curry Leaves
- 2Green Chilies (Cut in pieces)
- Pinch of Asafetida
- ½Spoon Tamarind Paste
- 25gmCashew nut
- 50gm
Groundnut
- ½Spoon Garam Masala
- 1Spoon Tomatoes Paste
- 3Spoon Oil
- 1
Spoon Ghee
- Saltas per Taste
|
- ૨૫૦ ગ્રામ તુવર-દાળ
- ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
- ૨ ચમચી હળદર
- ૨ ચમચી લાલ મરચું
- ૧ ચમચી અજમો
- ૩-૪ લવિંગ
- ૨-૩ તજ
- ૧ ચમચી રાઈ
- ૧૦-૧૫ મીઠા લીમડાના પત્તા
- ૨ લીલા મરચા (ટુકડા કરેલા)
- ચપટી હિંગ
- ૧/૨ ચમચી આંબલીની પેસ્ટ
- ૨૫ ગ્રામ કાજુ
- ૫૦ ગ્રામ સિંગદાણા
- ૧/૨ ચમચી ગરમ મસાલો
- ૧ ચમચી ટામેટાની પેસ્ટ
- ૩ ચમચી તેલ
- ૧ ચમચી ઘી
- સ્વાદ અનુસાર મીઠું
|
|
Method
|
પદ્ધતિ
|
- Take Wheat Flour and knead with Water.
- Add 1 spoon each of Turmeric Powder, Red Chili Powder and Carom Seed.
Also add Salt as per taste.
- Mixall of them well.
- Now knead again with 1 Spoon Oil
- Make Roti and cut into desired pieces to make Dhokli.
- Wash Pigeon Pea (Tuvar Dal) with clean water and cook in pressure cooker
for 10 minutes.
- Cool it down for 15 minutes.
- Get Pigeon Pea (Tuvar Dal) out of pressure cooker.
- Heat
2 spoons Oil and 1 spoon Ghee in a metal bowl.
- Pour Cloves, Cinnamon and then add Black Mustard Seeds in heated
Oil/Ghee.
- Add
Curry Leaves, Green Chilies Pieces and a Pinch of Asafetida.
- Pour cooked Pigeon Pea (Tuvar Dal) into it.
- Add Tamarind Paste, Cashew Nuts, Groundnuts, Garam Masala, and 1 spoon
Red Chili Powder, and Mix them.
- Add
Tomato Paste, 1 spoon Turmeric Powder, Salt and 2 cups of Water.
- Let them boil properly.
- Pour
pieces of Dhokli one by one in to boiling Dal.
- Boil for 10 minutes.
- Serve HOT and add Ghee on it to make it TESTIER…….
|
- થાળીમાં ઘઉંનો લોટ લઇને તેમાં પાણી ઉમેરો.
- હવે તેમાં હળદર, લાલ
મરચું અને અજમાની એક એક ચમચી નાખો, અને સ્વાદ
અનુસાર મીઠું ઉમેરો.
- હવે બધાને બરાબર ગુંદી લો.
- ૧ ચમચી તેલ નાખીને લોટને ફરીથી ગુંદો.
- રોટલી વણીને ઈચ્છા મુજબ ઢોકળીના ટુકડા કાપી લો.
- હવે તુવર-દાળને ચોક્ખા પાણીથી ધોઈને પ્રેશર કુકરમાં ૧૦ મિનીટ સુધી
બાફો.
- ૧૫ મિનીટ સુધી ઠરવા દો.
- તુવર-દાળને
પ્રેશર-કુકર માંથી કાઢી લો.
- હવે તપેલીમાં ૨ ચમચી તેલ અને ૧ ચમચી ઘીને ગરમ કરો.
ઉકાળેલા તેલ/ઘીમાં લવિંગ, તજ
અને રાઈ નો વઘાર કરો.
- વઘારમાં મીઠા લીમડાના પાન, લીલા
મરચાંના ટુકડા અને ચપટી હિંગ નાખો.
- હવે તેમાં બાફેલી તુવર-દાળ
ઉમેરો.
- હવે તેમાં આંબલી, કાજુના
ટુકડા,સિંગદાણા, ગરમ
મસાલો અને ૧ ચમચી લાલ મરચું નાખો, બરાબર હલાવી
ને મિક્ષ કરો.
- હવે એમાં ટામેટાની પેસ્ટ, ૧
ચમચી હળદર,મીઠું અને ૨ કપ પાણી ઉમેરો.
- બરાબર ઉકળવા દો.
- કાપેલા ઢોકળીના ટુકડાને ઉકળતી દાળ માં એક પછી એક ઉમેરો.
- ૧૦ મિનીટ ઉકળવા દો.
- ગરમા ગરમ પીરસો અને સ્વાદિષ્ટ બનાવવા ઉપરથી ઘી નાખો.
|
To see other 170 Gujarati receipt buy book “ગુજરાતી વાનગી ના 170 પ્રકારો”

ગુજરાતી વાનગી ના 170 પ્રકારો
Categories : વાનગી
Tags :