મેઘાણીની સર્જકપ્રતિભા માત્ર બનાવોમાં બંધાઈ જતી નથી, પણ ઍ બનાવોનાં ઘડવૈયા માનવીઓના જીવનને અને તેમનાં સિદ્ધ કે અસિદ્ધ રહેલાં સ્વપ્નોને ઉપ્સાવે છે. તેમની દ્રષ્ટી નથી કેવળ શુભ કે નિ:શેષ અશુભ લક્ષણોને આલેખતી. ઍ દ્રષ્ટી શોધી લે છે માનવતાને અને માનવતત્વને. અને તેથી જ અશુભ તત્વોની પાછળ રહેલા મનોવ્યાપારો અને નિર્યુક્તિબલોને ઍ સમર્થ રીતે આલેખી શકે છે. મેઘાણીની નવલકથા, આમ માત્ર તેજસ્વી પ્રસંગોની હારમાળ જ નથી બની જતી ; પણ અમિર ની ખાનદાન, ભોળા કે વ્યવહરકુશળ, સંસ્કારી કે સંસ્કારહીન માનવીઓના હદયધબકારથી ધબકતી જીવનસૃષ્ટિ બની જાય છે. To buy this book please click http://www.gujaratibooks.com/store/product.php?productid=3915 |
Related posts:

